બળજબરી પૂર્વક વેપારીનું અપહરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 16:47:02
  • Views : 107
  • Modified Date : 2023-07-06 16:47:02

શહેરના મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના વેપારીનું દિન દહાડે કેટલાક ઈસમો દ્વારા મરજી વિરુદ્ધ કારની અંદર બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ બ્રાન્ચની પોલીસ પણ આ અપહરણ કરનારાઓને ઝડપવા માટે તપાસમાં જોતરાઈ હતી.આ બાદ ઘટનાના સીસીટીવી પણ ઘટનાના સામે આવ્યા હતા અને તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરતા પોલીસે વેપારીને સહી સલામત અપહરણ કર્તાઓ પાસેથી છોડાવ્યો હતો. મોડી રાત્રે અમદાવાદના વેપારીને પોલીસે અપહરણ કરનાર લોકોથી મુક્ત કરાવ્યા મહત્વનુ છે કે ત્રણ જેટલા અપહરણ કરતા ઇસમોની ધરપકડ કરી અને બે જેટલા ઇસમો જે ફરાર થયા છે તેમની શોધખોળ હાથ ધરી છે.હાલ સુરત પોલીસે આ બાબતે ઉતરાણ પોલીસ સ્ટેશનની અંદર અપહરણની ફરિયાદ નોંધી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.  ઘટના બાદ ભોગ બનનાર પાસે થી માહિતી મેળવતા સામે આવ્યું હતું કે,ભોગ બનનાર જૂનાગઢના વતની અને અમદાવાદમાં શેર દલાલી કરતા શક્તિ ધડુક નામના વેપારી બુધવારે મોટા વરાછા લજામણી ચોક નજીક આવેલી એક હોટેલ ની અંદર રોકાયા હતા.બાદમાં બપોરના સમયે વેપારી ત્યાંથી પસાર થતા હતા ત્યારે નજીકમાં આવેલી તેમના મામાની દુકાન પાસે ઊભા હતા આ દરમિયાન એક સેન્ટ્રો કારમાં કેટલાક ઈસમો તેમની પાસે આવે છે અને બોલાચાલી કર્યા બાદ બળજબરી પૂર્વક વેપારીને તેમને કારમાં બેસાડી અને અપહરણ કરી લઈ ફરાર થઈ જાય છે.આમ વેપારીનું અપહરણ કરી ઇસમો ફરાર થયા ત્યારે નજીકમાં મોટી સંખ્યાની અંદર લોકો નજીકમાં ઊભા રહ્યા હતા છતાં પણ આ વેપારીને છોડાવવા માટેનો પ્રયત્ન પણ કોઈ વ્યક્તિએ કર્યો ન હતો.  બાદમાં આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ નજીકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.સ્થળ પરના CCTV માં સ્પષ્ટપણે જોવા મળે છે કે વેપારીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી તેને લઈ જવામાં આવે છે રૂપિયાની લેતી દેતી મામલે આ અપરણ કર્યા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર બહાર આવ્યું છે. ઉત્તરાયણ પોલીસ દ્વારા ત્રણ જેટલા અપહરણ કરતાં ઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News