મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ રહી છે; વોર્ડ વોર રૂમની મંજૂરી બાદ જ દર્દીને દાખલ કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-30 15:35:22
  • Views : 306
  • Modified Date : 2021-03-30 15:35:22

    બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,119 નવા કોરોના ચેપ લાગ્યા હતા. 36,983 સાજા થયા અને 266 મૃત્યુ પામ્યા. આ પ્રકારે સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 18,883નો વધારો થયો છે. અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.21 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.37 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

    અમદાવાદના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં સંક્રમિતોનો આંકડો 70એ પહોંચ્યો છે. અમદાવાદ મ્યુ. ડેપ્યુટી હેલ્થ અધિકારી ડો. મેહુલ આચાર્યએ આ બાબતે પુષ્ટિ કરી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને તેમના પત્ની નૂતન ગોયલે મંગળવારે દિલ્હીના હાર્ટ એન્ડ લંગ્સ ઇન્સ્ટીટ્યુટમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે કહ્યું હતું કે બંને ભારતીય વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. લોકો વ્હોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે અને યોગ્ય લોકો વેક્સિન મુકાવે.

    નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે હાલમાં જ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી.દિલ્હી સરકારે કહ્યું હતું કે હાલમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે નહીં. પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત ઘણાં વધુ રાજ્યોએ પણ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

    પંજાબની તમામ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પંજાબ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 4 મે અને 20 એપ્રિલથી શરૂ થશે.ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢની તમામ શાળાઓને 10 એપ્રિલ સુધી ફક્ત ઓનલાઇન વર્ગો લેવાનું કહ્યું છે. તામિલનાડુ સરકારે પણ રાજયની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News