પાટણમાં સતત બીજા દિવસે કોંગ્રેસે સરકારની સફળતાના પાંચ વર્ષની ઉજવણીનો વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-03 12:06:03
  • Views : 213
  • Modified Date : 2021-08-03 12:06:03

     ગુજરાતમાં વિજય રૂપાણીની ભાજપ સરકારનાં સફળતાનાં પાંચ વર્ષની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહીને આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત સરકારનો વિરોધ કર્યો હતો.પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયે ભાજપ સરકાર કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન,વેન્ટિલેટર અને બેડ સહિતની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે અને જેના કારણે અનેક કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ સરકારની નિષ્ફળતાનો ચિતાર રજૂ કર્યો હતો.જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News