અમદાવાદમાં સતત બીજા દિવસે ક્વાટર્સના મકાનનો ભાગ ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-30 15:38:31
  • Views : 157
  • Modified Date : 2023-06-30 15:38:31


ચોમાસાનું આગમન થતા જ અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ શરુ થઇ ગઇ છે. હજુ ગઇકાલે મણિનગરમાં સ્લમ કર્વાર્ટ્સમાં બાલ્કની ધરાશાયી થવાની ઘટના તાજી જ છે. ત્યાં વધુ એક આવી જ ઘટવા ગોમતીપુરના જર્જરિત આવાસોમાં બની છે. અમદાવાદ શહેરમાં બીજા દિવસે કવાટર્સના મકાનમાં કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ગોમતીપુરમાં કવાટર્સનો બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. 26 થી વધુ લોકો ફસાયાની આશંકા છે.ઘટના કઇક એવી છે કે સાળંગપુર બ્રિજની પાસે ગોમતીપુરમાં આવેલા ક્વાર્ટર્સનો કેટલોક ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. જે અંગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડને માહિતી મળી હતી કે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા કેટલાક લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. ત્યારે ફાયર વિભાગ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયુ હતુ. ફાયર વિભાગે રેસ્ક્યૂ લેડર દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.ફાયર વિભાગ દ્વારા આપેલી માહિતી અનુસાર આ ઘટનામાં કોઇ જાનહાની કે કોઇ ઇજાગ્રસ્ત થયુ નથી. જો કે ઘટના બન્યા બાદ લોકો પોતાનો સામાન લઇને ઘર ખાલી કરી રહ્યા છે. જાણકારી મળી છે કે આ ક્વાર્ટર્સમાં 70 વર્ષ જૂના મકાનો છે. જે ખૂબ જ જર્જરિત છે. જે દર વર્ષે વરસાદમાં ધોવાતા રહે છે. ખાસ કરીને જે બ્લોકની ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે તે C બ્લોકમાં 32 મકાન આવેલા છે. તે તમામની હાલત આવી જ જર્જરિત છે.ગઇકાલે મણિનગરમાં આવેલા સ્લમ ક્વાર્ટ્સમાં પણ આવી જ એક ઘટના બની હતી. સ્લમ ક્વાટર્સમાં બે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં પણ 30 જેટલા લોકો ફસાયા હતા. આ તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News