ગુજરાત : ‘તાઉ-તે’ વાવાઝોડના અઠવાડિયા બાદ પણ રાજ્યમાં હજુ 450 ગામમાં અંધારપટ!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:41:25
  • Views : 199
  • Modified Date : 2021-05-27 11:41:25

    વાવાઝોડા પછી પ્રથમ વખત રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી. વાવાઝોડાથી 10,447 ગામમાં વીજપુરવઠો ખોરવાયા પછી 9900 ગામમાં પુન:કાર્યરત થઇ ગયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં અંધારપટ છવાયેલો છે એવી કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 2.25 લાખ અસરગ્રસ્ત લોકોને રૂ. 10 કરોડ રોજગારીના નુકસાની પેટે ચૂકવાયા છે. ઉપરાંત 16.42 લાખ આંબા, નારિયેળી સહિતનાં બાગાયતી વૃક્ષને નુકસાન થયું છે. 33 ટકાથી વધુ નુકસાન થયું છે એવાં મકાનો માટેે વળતર ચૂકવવાનું શરૂ કરાયું છે.

    કેબિનેટ પછી મીડિયાને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદું સંયુકત રીતે જણાવ્યું હતું કે 17થી 18 મે દરમિયાન 24થી 26 કલાક દરમિયાન 60થી લઇને 220 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં મોટે પાયે મકાનો, ઘરવખરી, સરકારી સંશાધનો, કૃષિ-બાગાયતી પાક, રોડ-રસ્તાને નુકસાન થયું હતું. વાવાઝોડાથી અસરગ્રસ્ત 2.25 લાખ લોકોને 10 કરોડની રોકડ રકમ રોજગારી પેટે 7 દિવસની ચૂકવાઈ છે. ઘરવખરી ગુમાવનાર 15 હજાર પરિવારને 7 હજાર ઘરવખરી પેટે ચૂકવાયા છે, બાકીનાને આગામી રવિવાર સુધીમાં ચૂકવાઈ જશે.

    ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વોટર વર્ક્સના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ વાવાઝોડને પરિણામે રાજ્યની 295 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠાને અસર પડી હતી, તેમાંથી 291માં તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કર્યો છે, બાકીની 4 હોસ્પિટલમાં બાકી છે. રાજ્યના 3205 પૈકી 3057 જેટલા અસરગ્રસ્ત મોબાઇલ ટાવરને પુન:કાર્યરત કરાયા છે. 66 કે.વી.નાં 219, 132 કે.વી.નાં 5 અને 220 કે.વી.નાં 6 સબસ્ટેશનોને પૂર્વવત કરવા મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓને તહેનાત કરાયા છે. 220 કે.વી. લાઇનના 277 ટાવર, 66 કેવી લાઇનના 74 ટાવર અને 308 ડબલ પોલ સ્ટ્રક્ચર અને 132 કેવી લાઇનના 2 ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. કુલ 1,16,228 જેટલા વીજ થાંભલા, 45039 જેટલાં ટ્રાન્સફોર્મર અને કુલ 23,893 કિ.મી.ની વીજલાઇન ક્ષતિગ્રસ્ત થઇ છે, જેનું સમારકામ ચાલી રહ્યું છે.

    ગ્રામસેવકોની 437 ટીમ બનાવીને સરવે કામગીરી હાથ ધરાઇ છે. એ અન્વયે 86 ટકા જેટલો સરવે પૂર્ણ થઇ ગયો છે. નાળિયેરી, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકોના 16 લાખ 42 હજાર જેટલાં વૃક્ષોને આ વાવાઝોડાથી નુકસાન પહોંચ્યું છે. કૃષિ વૈજ્ઞાનિકોને ફિલ્ડમાં મોકલીને બાગાયતી વૃક્ષોના પુન:સ્થાપન માટેનો અભિગમ અપનાવ્યો છે.


Download Our B K News Today App



Related News