​​​​​​​પહેલીવાર પાકિસ્તાની હિંદુઓ પણ AMCની ચૂંટણીમાં મતદાન કરશે, અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 173ને ભારતીય નાગરિકતા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:56:56
  • Views : 262
  • Modified Date : 2021-01-31 11:56:56

    આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈને રાજ્યભરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી નથી, પણ અન્ય નવી પાર્ટી પણ સક્રિય થઈ છે, જેમાં આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ પાર્ટી, કોંગ્રેસ, એનસીપી અને અન્ય આ વખતે સ્થાનિક અપક્ષ ઉમેદવાર મોટી સંખ્યામાં ઉમેદવારી કરી શકે છે. ત્યારે પહેલીવાર પાકિસ્તાનથી આવેલા 173 હિંદુઓ AMCની ચૂંટણીમાં મતદાન કરશે. ભારતીય નાગરિક્તા મળ્યા બાદ પહેલીવાર આ તમામને મતાધિકારનો ઉપયોગ કરવા મળી રહ્યો છે.

    જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ કલેકટરને ભારતીય નાગરિકત્વની સત્તા આપ્યા બાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તામાં વસતા મોટી સંખ્યામાં હિન્દુઓએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી. જેમા અત્યાર સુધીમાં દેશમાં કુલ 768 લોકોને ભારતીય નાગરિકતા મળી છે. જે પૈકી અમદાવાદમાં 173 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા મળી છે. જેઓ હવે આ વખતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરી શકશે. વિદેશથી આવતા લોકો માટે ભારતમાં નોકરી વેપાર કરવા માટે ભારતીય નાગરિકતા જોઈ ખુબ જ જરૂરી છે. તેમજ નાગરિકતા મેળવવાની પ્રક્રિયા જટિલ અને સમય માગી લે તેવી હોય છે.

    પહેલા ભારતીય નાગરિકતા મેળવવા માટે દિલ્હીના ઘક્કા ખાવા પડતા હતા, જેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર દ્વારા 2016માં આ પ્રક્રિયા હળવી કરવામાં આવી છે. જેના આધારે હવે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટને નાગરિકતા અપવાની સત્તા સોપી દેવાતા તેમની અરજીઓ ઉપર સુનવણી વધુ ઝડપી બની છે. અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમદાવાદ જિલ્લામાં 2018માં અંદાજે 90 અરજદારોને ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સાથે 2016માં કુલ 768 અરજદારોમાંથી 173 અરજદારોએ અમદાવાદમાં અરજી કરી હતી.

    ગુજરાતમાં ગેરકાયદે રહેતા વિદેશી વસાહતીઓની વાત કરીએ તો સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ અમદાવાદમાં રહે છે, ત્યારબાદ બાંગ્લાદેશી મુસ્લિમોનો ક્રમ આવે છે. હજી ગત મે મહિનામાં જ એસઓજીએ 47 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતીઓને પકડ્યા હતા. આમાંથી મોટાભાગનાને ડિપોર્ટ કરી દેવાયા છે, જ્યારે હાલ 18 રહ્યા છે, જે અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં છે. જો કે, હવે કેન્દ્ર સરકારે સિટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એક્ટ બનાવી દેતા આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

    2018માં અમદાવાદની સાથે રાજકોટમાં પણ 200 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા મળી હતી. અહીં 6 વર્ષથી વસતાં 200થી વધારે પાકિસ્તાની હિંદુ પરિવારોને ભારતીય નાગરિકતા મળતાં તેમણે કેક કાપી ઉજવણી કરી હતી. બંધારણીય નિયમો મુજબ કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં 7 વર્ષ વસવાટ બાદ નાગરિકત્વ મળતું હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે આ પાકિસ્તાની પરિવારોને 6 વર્ષમાં જ નાગરિકતા આપતાં ખુશીનો માહોલ ફેલાયો હતો. 200થી વધારે પાકિસ્તાની હિંદુ પરિવારોમાં 700થી વધુ બાળકો અને મોટેરાઓને નાગરિકતા મળી. હવેથી બધા જ ને ભારતના તમામ સરકારી લાભો મળ્યો તેમજ બાળકોને સરકારી શાળામાં ભણતરથી લઈ સરકારી નોકરી સહિતના તમામ લાભોની તક મળી છે.

    કેન્દ્ર સરકારે 2016 અને 2018માં અમદાવાદ, કચ્છ, ગાંધીનગરના જિલ્લા કલેક્ટરોને પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન લોકોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા સોપવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 768 નાગરિકો પહેલીવાર સરકાર ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેના માટે મોટાભાગના અરજદારોએ મતદારયાદીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.


Download Our B K News Today App



Related News