નોન-લાઇફ ક્ષેત્રે પ્રથમ વખત વાહન વીમાનો હિસ્સો 30 ટકાથી ઓછો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-12 19:14:14
  • Views : 206
  • Modified Date : 2024-08-12 19:14:14

કારના વેચાણમાં મંદીના કારણે મોટર ઈન્સ્યોરન્સ પ્રથમ વખત 30 ટકા ઘટી ગયો છે, તેમ છતાં હેલ્થ કવર પ્રિમિયમ ચાલુ છે. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર નોન-લાઈફ ઈન્ડસ્ટ્રી પાસે જૂન-એન્ડ સુધીમાં 72758 કરોડનાં વીમા પ્રીમિયમ હતાં.  આ અગાઉના વર્ષની સરખામણીમાં 13.3 ટકા વધુ છે. મોટાભાગની વૃદ્ધિ હેલ્થ ઈન્સ્યોરન્સમાં થઈ છે, જે 29915 કરોડના પ્રીમિયમમાં 16.6 ટકા વધ્યું છે.21348 કરોડના પ્રીમિયમ સાથે મોટર વીમામાં 11.9 ટકાનો વધારો થયો હતો. ત્રણ માસના અંતે, મોટર વીમાનો હિસ્સો ઘટીને 29.3 ટકા થયો હતો જ્યારે આરોગ્ય વીમાનો હિસ્સો વધીને 41.1 ટકા થયો હતો.વીમા કંપનીઓએ જણાવ્યું હતું કે મોટર ઈન્સ્યોરન્સનું ધ્યાન મોટાભાગે નવી કાર પર હોય છે કારણ કે એક નિયમ કે જેમાં ખરીદદારોએ કાર માટે ત્રણ વર્ષ અને ટુ-વ્હીલર માટે પાંચ વર્ષનો વીમા ખરીદવો પડે છે. જુલાઈ મહિનાના આંકડાઓ દર્શાવે છે કે મોટર વીમામાં વૃદ્ધિ સિંગલ ડિજિટમાં રહી છે મોટર ઈન્સ્યોરન્સમાં મંદી તમામ મોટર ઉદ્યોગોની ધીમી વૃદ્ધિને કારણે હોવાનું જણાય છે.જૂન 2024 સુધી પ્રીમિયમની આવકમાં આરોગ્ય વીમામાં 25 ટકાની વૃદ્ધિ થઈ હતી. બિન-જીવન વીમા ઉદ્યોગમાં હેલ્થ અને મોટરનું પ્રભુત્વ છે, જે કુલ પ્રીમિયમના 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. મિલકત વીમાનું કુલ પ્રીમિયમના 10 ટકા કરતા ઓછું છે. જયારે પાક વીમો, વ્યક્તિગત અકસ્માત , અને અન્ય પરચુરણ વીમાનો હિસ્સો લગભગ 10 ટકા છે.

Download Our B K News Today App



Related News