પહેલીવાર રૂપાલની પલ્લીમાં ઘીની જગ્યાએ માત્ર રોકડ દાન સ્વીકારાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:09:50
  • Views : 318
  • Modified Date : 2020-10-02 12:09:50

    દર હજારો ટન ઘી ભોગ અર્પણ થતી રૂપાલની પલ્લીના પહેલીવાર માનતાના ઘીના બદલે માત્ર મંદિરના વિકાસ માટે દાન સ્વીકાર કરવામાં આવશે. રૂપાલમાં ગામમાં વસતા 18 સમાજના લોકો ભેગા મળીને માતાજી પલ્લીમાં સેવા આપશે.

આસો સુદ નોમના દિવસે દર વર્ષે 10 લાખથી વધુ લોકો રૂપાલમાં પલ્લીના દર્શન માટે જતા હોય છે, પરતું કોરોનાને લીધે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારને અપીલ કરાશે કે, આ વર્ષની પલ્લીમાં ગણતરીના લોકો સાથે નીકળવામાં આવે. મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલના જણાવ્યા, અનુસાર, સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને પલ્લી યોજીશું. ભીડ ન થાય અને પલ્લી પણ નીકળે તેવી ગ્રામજનોની માંગણી છે.

Download Our B K News Today App



Related News