ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર ડીસા ખાતે ગૌ-કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે ગૌ કથા આગામી ૧૫ માર્ચ સુધી ચાલુ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 12:11:54
  • Views : 267
  • Modified Date : 2022-03-12 12:11:54

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર ડીસા ખાતે ગૌ-કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે ગૌ કથા આગામી ૧૫ માર્ચ સુધી ચાલુ રહેશે

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર ડીસા ખાતે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે.. ડીસા શહેરમાં આવેલી રઘુવરશરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે આજથી શરૂ થયેલી ગૌકથા આગામી ૧૫મી માર્ચ સુધી સાંજે ચાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહશે.. કથાના સમય દરમ્યાન ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. કથાની વ્યાસપીઠ પર ગોપાલ દીદી ઉપસ્થિત રહીને શ્રોતાઓને ગાયના મહત્વ અને ગાયના ફાયદા વિષે સમજણ આપશે.. આજે કથાના પ્રથમ દિવસે કળશ યાત્રા નીકળી હતી.. ડીસા સાઈબાબા મંદિરથી નીકળેલી કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા અને બહેનો પણ વિશાળ સંખ્યામાં માથા પર કળશ રાખીને જોડાઈ હતી.. કળશ યાત્રાનું સમાપન રઘુવરશાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે થયું હતું..

 

Download Our B K News Today App



Related News