ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરના શિખર પર 6 ધ્વજા ચઢાવાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 16:09:53
  • Views : 108
  • Modified Date : 2023-07-04 16:09:53

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ 6 ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ 15 દિવસ સુધી 5ને બદલે 6 ધ્વજા ચઢાવવામાં આવશે. સવારે 4 ધ્વજા અને સાંજે 2 ધ્વજા મંદિરે ચઢાવાશે. દ્વારકાધીશ મંદિર પર દરરોજ જુદા જુદા ભક્તો દ્વારા પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. બિપરજોય વાવાઝોડાના સંદર્ભે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર ઉપર ચડી શકી ન હોતી. તેથી હવે વેઈટિંગ લિસ્ટમાં રહેલા લોકોની ધ્વજા ચઢાવાની મનોકામના પુરી થશે અને 15 દિવસ સુધી રોજ 6 ધજા ચઢાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજા ચઢાવાતી હતી. જે હવે સવારે ચાર અને સાંજે બે એમ કુલ છ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News