પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર મહિલા પોતાની પેનલ સાથે લડશે : ભાજપ જ ભાજપ સામે આવતા ભારે રસાકસી જામશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:02:29
  • Views : 410
  • Modified Date : 2021-07-03 12:02:29

     ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ છે પાંથાવાડા માર્કેટયાર્ડ માર્કેટયાર્ડ જ્યારથી બન્યું છે ત્યારથી એક સમાજ નો તેના પર દબદબો રહ્યો છે પરંતુ વખતે પ્રથમવાર એક મહિલા ઉમેદવારે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે. અને મહિલા એટલે ફાલ્ગુનીબેન ત્રિવેદી. ઇતર સમાજ ને સાથે રાખી ફાલ્ગુનીબેન ની પેનલે ચૂંટણી માં ઝંપલાવ્યું છે , ફાલ્ગુની બેન નું માનવું છે કે સહકારી માળખામાં મહિલાઓ ખૂબ ઓછો રસ ધરાવે છે ત્યારે ફરી સહકારી માળખામાં પણ મહિલાઓએ રસ રાખવો જોઈએ , તેમજ કોઈ એક સમાજને બદલે દરેક સમાજને પણ સહકારી માળખામાં તેમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળવો જોઈએ. જેથી વખતે પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં દરેક સમાજની સાથે લઈ અમે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે અને અમને ચોક્કસથી વિશ્વાસ છે કે દરેક સમાજના સાથ અને સહકારથી ચોક્કસથી વખતે અમારી પેનલનો વિજય થશે.

 પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેમાં કુલ 89  ફોર્મ ભરાયા હતા જેમાંથી આજે 50 ફોર્મ પરત ખેંચાતા હવે 39 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ખેડૂત વિભાગમાં 27,  વેપારી વિભાગમાં 8 અને ખરીદ વેચાણ વિભાગમાં 4 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

  આગામી જુલાઈના દિવસે યોજાનારી પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતાં સવસીભાઈ ચૌધરી છે. તો સામેની પેનલમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકર્તા ફાલ્ગુનીબેન ત્રિવેદી છે.આમ બને ઉમેદવારો ભાજપના હોવાથી વખતે ભાજપ સામે ભાજપ સહકારી ક્ષેત્રે ચૂંટણી લડશે. પાંથાવાડા માર્કેટયાર્ડમાં એક તરફ  માર્કેટયાર્ડના ચેરમેન સવસીભાઈ ચૌધરીની પેનલ છે તો બીજી તરફ પૂર્વ ચેરમેન રેસાભાઈ ચૌધરી ની સાથે સાથે મહિલા ઉમેદવાર ફાલ્ગુનીબેન ત્રિવેદીએ પણ તેમની પેનલ મેદાનમાં ઉતરતા વખતે પાંથાવાડા માર્કેટયાર્ડમાં ચોક્કસ ત્રિપાંખિયો જંગ જામવાનો છે. પાથાવાડા માર્કેટિંગ યાર્ડ માં કુલ 1200 જેટલા મતદારો છે જેમાં 50 ટકા મતદારો ચૌધરી- પટેલ સમાજના છે તો બાકીના 50 ટકા મતદારો ઇતર સમાજના છે અને વખતે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઉભા રહેલા ત્રણેય પેનલ ભાજપ સમર્થીત ઉમેદવારો ની છે, હવે મતદારો પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળે છે તે તો પરિણામ બાદ ખ્યાલ આવશે પરંતુ વખતની ચૂંટણી ચોક્કસ રસપ્રદ બની રહેશે તે નક્કી છે.

 

Download Our B K News Today App



Related News