ગુજરાતમાં પ્રથમ વખત વિદેશથી લીંબુ મંગાવવા પડ્યાં, 15 ટનનો જથ્થો તુર્કીથી અમદાવાદ આવ્યો, સાઈઝ તો જુઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 13:28:41
  • Views : 350
  • Modified Date : 2022-05-16 13:28:41

ગુજરાતમાં પ્રથમ વખત વિદેશથી લીંબુ મંગાવવા પડ્યાં, 15 ટનનો જથ્થો તુર્કીથી અમદાવાદ આવ્યો, સાઈઝ તો જુઓ

 

ગુજરાતમાં પહેલીવાર વિદેશથી આવ્યા લીંબુ

આ વખતે ચાલુ વર્ષે ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો હતો. તેમાંય હવે દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે.જેને રાજ્યમાં પહેલીવાર વિદેશથી લીંબુની આયાત કરવામાં આવી છે.

 

 

દક્ષિણ ભારતમાં વાવાઝોડાને લીધે લીંબુની આવક ઘટતાં તુર્કીશ લીંબુનું આગમન 

ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં  70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. જેની વચ્ચે હવે અમદાવાદમાં તુર્કીશ લીંબુનું આગમન થવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે
દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી ગુજરાતમાં તેની આયાત કરવામાં આવી છે.

 

માલની ઘટને પહોંચી વળવા લીંબુની આયાત કરવામાં આવી

હોલસેલ વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે ગુજરાતમાં લીંબુની આવક ઓછી થઈ રહી છે અને ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓ દ્વારા તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે. આમ રાજ્યમાં  પહેલીવાર આ પ્રકારે લીંબુના ભાવ અને આવકની પરિસ્થિતિ વચ્ચે લીંબુની તુર્કીથી આયાત કરવામાં આવી હોય. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો છે. બાદમાં તે કન્ટેનરો અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. મહત્વનું છે કે,  તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો છે અને ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ભાવ નથી મળી રહ્યા.  

 

તુર્કીના એક લીંબુનું વજન 100 ગ્રામ હોય છે

તુર્કીના લીંબુની  વાત કરવામાં આવે તો 1 લીંબુનું વજન 100 ગ્રામ જેટલું થાય છે. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે. મોટો આકાર ધરાવતા લીંબુ હોવાથી રસદાર પણ હોય છે. 90 રૂપિયા કિલોના ભાવથી લીંબુ તુર્કીથી ભારતમાં આયાત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં 15-20 દિવસ અગાઉ લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ હતો.  

 

સ્થાનિક લીંબુનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયા આસપાસ

હાલ અમદાવાદના હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે.આમ લીંબુના માલની ઘટને પહોંચી વળવા તુર્કીશ લીંબુની આયાત કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News