ગુજરાતમાં સૌપ્રથમ વાર બનાસકાંઠાના પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર પર માલગાડીનો પ્રારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 12:01:57
  • Views : 371
  • Modified Date : 2022-10-09 12:01:57

    ગુજરાતમાં સૌપ્રથમ વાર બનાસકાંઠાના પાલનપુરથી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર પર માલગાડીનો પ્રારંભ કરાયો છે. હવે અત્યાધુનિક બનેલા રેલ્વે ટ્રેક પર માલગાડીઓ દોડતા સમયની સાથે-સાથે ખર્ચની પણ બચત થશે.વિકાસ કરી રહેલા ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોર પીછું ઉમેરાયું છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો પાલનપુરથી શુભારંભ કરાયો છે. બનાસકાંઠામાં ન્યુ પાલનપુર અને અજમેરના મડાર સુધીના ૩૩૫ કિ.મી. રેલવે ટ્રેકનું સફળ પરીક્ષણ કરાયા બાદ આજે આ ટ્રેક પર માલગાડીનો પ્રારંભ કરાયો છે. પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક પર ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓને ઝડપથી પોતાનો સમાન મળી શકશે. ડીએફસીસી ટ્રેક પર બે સ્ટેશનો વચ્ચેનું અંતર ૪૦ કિલોમીટરનું છે. જ્યાં સાદી માલવાહક ટ્રેનના સ્ટોપેજના અંતર ૫ થી ૭ કિલોમીટરે આવે છે સમગ્ર ડીએફસીસી રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમથી બનાવાયો છે. અગાઉ જુના ટ્રેક પર ટ્રેન ની લંબાઈ માત્ર ૭૫૦ મીટર હતી જે નવા ડીએફસીસી રેલવે ટ્રેક પર માલગાડી ની લંબાઈ ૧.૫ કિમી અને ડબલ ડેકર છે.બનાસકાંઠામાં આ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ કરાયો છે અત્યાર સુધી પેસેન્જર ટ્રેન અને માલગાડી બંને એક જ ટ્રેક પર દોડતા હોવાથી સમયે અને ખર્ચનો ખુબજ વ્યય થતો હતો પરંતુ હવે માલગાડીઓ માટે અલગ જ રેલવે ટ્રેક બનાવવામાં આવતા ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા સમય અને ખર્ચની પણ બચત થશે જેની સીધી અસર આવનારા સમયમાં દેશના જીડીપીમાં પણ થશે અને દેશના આર્થિક વિકાસ થશે.

Download Our B K News Today App



Related News