પાલનપુર તાલુકામાં આવેલ ખોડલા ખાતે બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર દિવ્યાંગ લોકો માટે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 11:58:21
  • Views : 261
  • Modified Date : 2021-07-03 11:58:21

     પાલનપુર તાલુકામાં આવેલ ખોડલા હાઇસ્કુલમાં શાળાના શિક્ષક બકુલભાઈ પરમારના આયોજનથી બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર દિવ્યાંગ લોકો માટેનું રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓએ ઉત્સાહ પૂર્વક રસી લીધી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.સુરેન્દ્ર ગુપ્તા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જગાણા એન્જીનીયર કોલેજના પ્રિન્સિપલ, ખોડલા ગામના સરપંચ, તાલુકા આરોગ્ય અધિકારી, વેડન્ચા મેડિકલ ઓફિસર ડૉ.મીતાબેન કથેરીયા, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કપિલભાઈ ચૌહાણ તથા પી.એચ.સીનો તમામ સ્ટાફ અને આશા વર્કર બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . કાર્યક્રમમાં આયોજક બકુલભાઈ પરમાર દ્વારા આવ્યું હતું જેમાં તમામ દિવ્યાંગોને આવવા જવાનું ભાડું અને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો તથા તેમના પ્રયત્નોથી ડૉ.સુરેન્દ્ર ગુપ્તા દ્વારા તમામ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી હતી..જેમાં લગભગ ૬૦ જેટલા દિવ્યાંગોએ રસી લીધી હતી કાર્યક્રમમાં ડૉ.સુરેન્દ્ર ગુપ્તા સહિત ઉપસ્થિત તમામ મહેમાનઓએ આયોજક બકુલભાઈ પરમારને અભિનંદન પાઠવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું..

Download Our B K News Today App



Related News