અંબાજી મંદિરમાં ગરબા વિનાની આરતી ૭૦ વર્ષમાં પ્રથમ વખત થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 12:17:01
  • Views : 293
  • Modified Date : 2020-10-21 12:17:01

  ઇતિહાસમાં પ્રથમ વાર અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇ સેંકડો શ્રદ્ધાળુઓ સહીત સ્થાનિક ભક્તોમાં પણ નિરાશા નું મોજું જોવા મળી રહ્યું છે. જોકે નવરાત્રિમાં કરવામાં આવતી ઉપાસના એક કરવેઠું હોવાનું મનાય છે. ત્યારે અંબાજીના નવયુવક પ્રગતિ મંડળના સેવકો દ્વારા માતાજીના મંદિરમાં નવરાત્રિની રાત્રી દરમ્યાન ગરબા વિના માતાજીની આરતીની કરવામાં આવી રહી છે.

  આ અંગે મંડળ ના પ્રમુખ મહેશભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ ૭૦ વર્ષ પૂર્વે જયારે માતાજીનું મંદિર નાનું હતું અને ચોક મોટો હતો તે સમયે અંબાજીમાં પોસ્ટમેનમાં ફરજ બજાવતા શર્માજી, જગદીશ ભાઈ ભાટિયા અને શ્યામસિંહ સીકરવારની આગેવાનીમાં ગામના યુવાનો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હતું. આ મંડળ પણ નવયુવક પ્રગતિ મંડળ તરીકે પ્રચલિત હતું. જ્યાં માતાજીના ચોકમાં રાત્રે શરૂ થતા ગરબા વહેલી પરોઢ સુધી રાસની રમઝટ જામતી હતી. જોકે બદલાતા સમય અને સંજોગ વશ ઘણું પરિવર્તન થયું છે. માનો ચોક ઇતિહાસમાં પ્રથમ ગરબા વિના સુનો ભાસી રહ્યો છે. જોકે મહામારીના સંજોગોમાં અનિવાર્ય છે. ત્યારે પ્રગતિ મંડળના યુવકો દ્વારા ગરબા વિના માતાજીની આરતી ઉતારી કરવેઠાની રસમપુરી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News