હિઝાબ વિરોધી આંદોલનને ટેકો આપવા બદલ કટ્ટરવાદી ઇરાનમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ધ સેલ્સમેન’ની અભિનેત્રી તારાનેહની ધરપકડ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-19 16:28:00
  • Views : 429
  • Modified Date : 2022-12-19 16:28:00

ઈરાનમાં છેલ્લાં 3 મહિનાથી હિજાબ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે ઇરાનના અધિકારીઓએ દેશ ભરમાં થઇ રહેલા પ્રદર્શન વિષે અફવા ફેલાવાના આરોપમાં દેશની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં થી એક તારાનેહ આલિદુસતીની ધરપકડ કરી હતી.

ઇરાન સરકારે ઓસ્કાર વિજેતા ફિલ્મ અભિનેત્રી ઉપર હિઝાબ વિરોધી આંદોલનકારીઓમાં સૌથી વધુ લોકપ્રિય બનેલા સૂત્રસાથે પોતાની એક તસ્વીર પોસ્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. સરકારી મીડિયાએ શનિવારે આ જાણકારી આપી હતી. સરકારી સમાચાર એજેન્સીએ સત્તાવાર રીતે જારી કરેલી માહિતી મુજબ ઓસ્કાર વિજેતા ફિલ્મ દ સેલ્સમેનની અભિનેત્રી તારાનેહ અલીદુસતી એ કરેલી ઈન્ટાગ્રામ પોસ્ટના એક અઠવાડિયા પછી તેની ધરપકડ કરાઇ હતી.

અલીદુસતીએ એક અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે એક કાગળ પકડી રાખ્યું છે. તેમાં લખ્યું છે કે, મહિલા, જીવન,આઝાદી.  ઈરાનમાં મહિલાઓ આ સૂત્ર સરકારની કટ્ટરવાદી નીતિઓનો વિરોધ કરવા ઉપયોગમાં લઇ રહી છે. આ તસ્વીરમાં મહિલાઓએ હિજાબ પહેર્યા નથી. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ તેમનુ નામ મોહસીન શેખરી હતું, દરેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આજે આ ખૂનમરકી જોઇ રહી છે અને કોઇ કાર્યવાહી કરતી નથી, તે માનવતા માટે શરમની બાબત છે.’ અભિનેત્રીની આ પોસ્ટને 10 લાખથી વધારે લાઇક મળી હતી. પરંતુ, અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ બંધ કરાયુ હતું. તેના 80 લાખથી વધારે ફોલોઅર્સ હતા.

ઉલ્લેખનીય છે કે 9 ડિસેમ્બર 2022 એ મોહસીન શેખરી નામના યુવકને ઈરાનની અદાલતએ મોતની સજા ફટકારી હતી. આ સજા વિરુદ્ધ તારાનેહએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. જો કે મોહસીન શેખરીને દેશના સુરક્ષા દળોના એક સભ્યઉપર ચાકુથી હુમલો કરવા અને તેહરાનમાં એક રોડ પર ટ્રાફિક જામ કરવાના આરોપસર મોતની સજા ફટકારી હતી.

એક્ટ્રેસ અલીદુસતીનો જન્મ 12 જાન્યુઆરીમાં 1984માં થયો હતો. અભિનેત્રી 17 વર્ષની ઉંમરમાં એકટિંગની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ પહેલી ફિલ્મ માટે વર્ષ 2002 માં લોકારનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બ્રોન્ઝ લેપર્ડ એવોર્ડ મળ્યા હતા. અભિનેત્રીએ હજુ સુધી 17 ફિલ્મ કરી છે અને 8 એવોર્ડ પણ જીતી છે. અભિનેત્રીની ફિલ્મ ‘ દ સેલ્સમેન’એ 2016માં ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.

Download Our B K News Today App



Related News