પગપાળા યાત્રા : દાંતીવાડા તાલુકાના માળી વાસ ગામથી સોજત (રાજેસ્થાન) જવા પગપાળા યાત્રા સંધનું જય જૈકલમાંના નાદ સાથે પ્રસ્થાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 11:54:02
  • Views : 259
  • Modified Date : 2022-08-04 11:54:02


દાંતીવાડા તાલુકાના માળીવાસ ગામથી માળી સમાજના સાંખલા પરિવાર દ્વારા સોજત રાજસ્થાન જવા પગપાળા યાત્રા સંઘનું જય જૈકલમાંના નાદ સાથે પ્રસ્થાન થયું છે. જેમાં 150થી પણ વધારે ધર્મ પ્રેમી યુવક-યુવતીઓ જોડાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના લીધે પગપાળા સંઘ બંધ રહ્યો હતો. ત્યારે વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતા માળીવાસ ગામથી સોજત (રાજેસ્થાન) પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં ગામના 150થી વધુ યુવક-યુવતીઓ જય જૈકલમાંના નાદ સાથે અને ધજાઓ સાથે જોડાયા હતા.


યાત્રા સંઘ 9 તારીખના રોજ 270 કિલોમીટરનું અંતર કાપીને સોજત (રાજસ્થાન) પહોંચશે ત્યાં પહોંચ્યા પછી ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે. વરઘોડામાં ભાવિ ભક્તો જોડાશે. માળી સમાજના સાંખલા પરિવાર દ્વારા દિવસે રાતે 9:00 વાગે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં રાજસ્થાનના ગાયક કલાકાર સોનુ સીસોદીયા ભજનની મોજ કરાવશે અને બીજા દિવસે 10 તારીખે ભવ્ય ભોજન પ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News