ડીસામાં આવેલ માધવી પેઢીમાંથી લસ્સી પિતા પાંચ લોકોને પીતા ફૂડ પોઈઝનિંગ : તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:40:13
  • Views : 2010
  • Modified Date : 2022-04-08 10:40:13

 

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ માધવી નામની પેઢીમાં 5 વ્યક્તિઓએ લસ્સી પીધી હતી.જે બાદ થોડા સમય પછી તેમની તબિયત બથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

     ડીસા શહેરને આમ તો બનાસકાંઠા જિલ્લાનું વર્ષોથી વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે રોજેરોજ મોટીસંખ્યામાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાન માંથી પણ લોકો ખરીદી કરવા માટે ડીસા શહેરમાં પહોંચતા હોય છે ત્યારે હાલમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખરીદી કરવા આવતા ગ્રાહકો સૌથી વધુ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે ગરમીથી રાહત મળે તે માટે ખાસ ગ્રાહકો આઈસ્ક્રીમ ગુલ્ફી તેમજ અન્ય ઠંડા પીણાનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલીક વાર કેટલાક દુકાનદારો દ્વારા ગ્રાહકોને પડતર અથવા તો ચકાસ્યા વગર ઠંડા પીણા આપી દેતાં તેની અસર ગ્રાહકોના આરોગ્ય સાથે થતી હોય છે ત્યારે આ બાબતે હાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ડીસા શહેરમાં ચાલતા ઠંડા પીણાના તમામ સ્ટોલો પર તપાસ કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા થતી અટકી શકે તેમ છે.

 

- ડીસામાં 5 લોકોએ લસ્સી પીતા ફૂડ પોઈજનીગની અસર થઈ

 

        ડીસા શહેરના જલારામ મંદિર ની સામે આવેલ માધવી નામની પેઢી માં પાંચ લોકો બપોરના સમયે ધોમધખતા તાપમાં પોતાના શરીરને ઠંડક મળી રહે તે માટે ઠંડુ પીવા માટે ગયા હતા જે બાદ માંથી નામની પેઢી માં ગયા બાદ આ પાંચે લોકોએ માધવી માંથી લસ્સી મંગાવી હતી. જે બાદ આ પાંચે લોકોએ માધવીની લસ્સી લીધા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ જ્યારે એક કલાક બાદ આ પાંચેય લોકો ની તબિયત બગડવાની શરૂઆત થતા આ પાંચેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ આ 5 લોકોને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેઓએ લસ્સી પીધા પછી તેમને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું આ અંગે ગ્રાહક શૈલેષભાઈ નાગજીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે બપોરના સમયે અમે પાંચેય મિત્રો સાથે મળી માધવી નામની પેઢીમાં લસ્સી પીવા માટે ગયા હતા.જે બાદ લસ્સી પીધાંના કલાકો બાદ અમે પાંચેય મિત્રોની હાલત બગડી હતી.જેથી અમારા પરિવાર દ્વારા અમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

 

     માધવી નામની પેઢી માંથી લસ્સી પીધા બાદ પાંચ લોકોની હાલત બગડી હોવાના ગ્રાહકોના આક્ષેપો બાદ અમારા દ્વારા માધવી નામની પેઢીના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જ્યાં માધવી પેઢીના સંચાલક મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે તમારી પેઢી પર રોજના અસંખ્ય લોકો લસ્સી પીવા માટે આવે છે. અને આ પાંચેય લોકોને લસ્સી પીધા બાદ ફૂડ પોઇઝનિંગ થયાના સમાચાર મળતા અમારા દ્વારા આ બાબતે કંપનીમાં જાણ કરી દેવામાં આવી છે. અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ લોકોએ લસ્સી પીધા પહેલા કોઈ અન્ય ખોરાક લીધો હોય તો તેનાથી પણ ફૂડ પોઇઝનિગ થઈ શકે તેમ છે. ત્યારે જો આ પાંચેય લોકોને માધવી નામની પેઢીમાંથી લસ્સી પીધા બાદ ફૂડ પોઇઝનિગ થયું હશે તો તેની જવાબદારી કંપની રહેશે તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News