કાણોદરમાં બે સ્થળે ફૂડ વિભાગના દરોડો, 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:32:29
  • Views : 79
  • Modified Date : 2024-02-23 13:32:29

બનાસકાંઠા જિલ્લામાં અનાજ અને ખાદ્ય પદાર્થોને લઈ તંત્રએ છેલ્લા કેટલાક દિવસોથી સપાટો બોલાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાણોદરમાં આવેલ શ્રીમુલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 53 લાખ રુપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં શ્રીમુલ ડેરીમાંથી 6354 કિલોગ્રામ શંકાસ્પદ ઘી 41.86 લાખ રુપિયાની કિંમતનું જપ્ત કરવામાં આવ્યુ હતુ. જ્યરે નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં પરવાનગી મેળવ્યા વિનાજ ઘીનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ. જ્યાંથી 1754 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો હતો. બંને સ્થળોના મળીને 9 જેટલા સેમ્પલને લઈ વધુ તપાસ માટે લેવાયા હતા.

Download Our B K News Today App



Related News