ડીસા જીઆઈડીસી વિસ્તારમાંકેન્ડી ફેક્ટરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા : લેભાગુ વેપારીઓમાં ફેલાયોફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:13:08
  • Views : 269
  • Modified Date : 2022-03-10 11:13:08


ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય ચીજવસ્તુઓ માં થતી ભેળસેળને ફરિયાદના આધારે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાની જીઆઇડીસી વિસ્તારમા ઓચિંતી તપાસ હાથ ધરી હતી આ તપાસને લઈ ખાતે ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

 

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાધ પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોઈ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર ને સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગજાનંદ કન્ફેસનરી કેન્ડી માં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાળકો દ્વારા આરોગતાં ખાવાની ચોકલેટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેને લઈને જીઆઈડીસી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં લેભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છેકે કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને ઉનાળાની ઋતુમાં ઠંડા પીણા નું ધુમ વેચાણ થતું હોય છે જેમાં અનેક વાર ભેળસેળયુક્ત અને એક્સપ્રાઈડેટ  ઠંડા પીણા નું વેચાણ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગજાનંદ કન્ફેસનરી કેન્ડી વર્કસ્  માં તપાસ હાથ ધરી સેમ્પલ લેવામાં આવ્યા હતાં ત્યારે રોજબરોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસા શહેરમાં ખાધ પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતાં લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે..

Download Our B K News Today App



Related News