ભયાનક વાવાઝોડાને પગલે, દરિયાકાંઠેથી 20 હજાર લોકોનું કરાયું સ્થળાંતર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 17:59:27
  • Views : 132
  • Modified Date : 2023-06-13 17:59:27

ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અરબી સમુદ્રમાંથી ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે તેનું અંતર 250 કિમી દૂર છે. જો કે, એવી ધારણા છે કે આ ચક્રવાત બિપરજોય ગુરુવાર સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકશે. 

Download Our B K News Today App



Related News