પાટનગરમાં ભાજપ દ્વારા TMCના ગુંડાતત્વો દ્વારા કરાયેલી હિંસાનો વિરોધ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:57:55
  • Views : 207
  • Modified Date : 2021-05-06 11:57:55

     પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીની પાર્ટી TMCના ગુંડાતત્ત્વો દ્વારા બંગાળમાં ભાજપાના કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા છે, જેમાં ઘણા કાર્યકર્તાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાઓ પર બળાત્કાર કરવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ સામે આવી છે, ભાજપના અનેક કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે, ભાજપા સમર્થકોની દુકાનો ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહી છે. બંગાળમાં લોકશાહીનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે, કાયદો વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે. આ બધી ઘટનાઓથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે ત્યારે મમતા બેનરજી, TMC અને તેના ગુંડાતત્વોની ગુંડાગીરી સામે આજરોજ મહાનગર ભાજપા સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન અનુસાર શહેર પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની આગેવાની હેઠળ વિવિધ સ્થાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

     આ વિરોધ પ્રદર્શન અંતર્ગત વોડૅ ૩માં સેક્ટર ૨૪, વોડૅ ૫માં ઘ-૫ સર્કલ, વોડૅ ૬માં પથિકાશ્રમ સર્કલ, વોડૅ ૮માં સરગાસણ ચોકડી, વોડૅ ૯માં રિલાયન્સ ચોકડી, અને વોડૅ ૧૦માં રક્ષાશક્તિ સર્કલ ખાતે સાંજે 5 કલાકે શાંતીપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર  રીટા કેતનકુમાર પટેલ, ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર, શહેર મહામંત્રીઓ  કનુભાઈ દેસાઈ,  ગૌરાંગ પટેલ,  ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ નિર્ધારિત સ્થાનોઓએ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોરોના મહામારીને અનુલક્ષીને કોઈ વિરોધ પ્રદર્શનના સ્થળે વધુ માં વધુ 20 જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતીકાલે વોર્ડ ન. ૧,૨,૪,૭ અને ૧૧માં શહેર ભાજપ દ્વારા વધુ માં વધુ 20 કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે TMC સામે વિરોધ નોંધાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News