ડીસામાં યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા તાજેતરમાં યુવરાજસિંહની થયેલી અટકાયતને પગલે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 11:11:29
  • Views : 219
  • Modified Date : 2022-04-09 11:11:29

ડીસામાં યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા તાજેતરમાં યુવરાજસિંહની થયેલી અટકાયતને પગલે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું... ગુજરાતમાં એક બાદ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થતાં હોવાની ઘટનાઓ બની રહી છે અને તેના કારણે ભરતી માટે લેવાતી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી રહી છે.. તે તમામ બાબતને યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવતી હોવાનો દાવો યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા કરવામાં આવ્યો છે.. દાવામાં જણાવવામાં આવ્યું છે કે યુવરાજસિંહ એક પ્રકારે ગુજરાત સરકારની મદદ કરતાં હોવા છતાં સરકાર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.. જેથી સરકાર દ્વારા તેમની વિરુધ્ધ લગાવવામાં આવેલા તમામ ચાર્જ દૂર કરવામાં આવે અને યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.. આ ઉપરાંત યુવા અધિકાર ન્યાય મંડળ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો તેમ નહીં કરવામાં આવે ઑ આગામી સમયમાં યુવા અધિકાર ન્યાય ચળવળ મોટી લડત આપશે...

Download Our B K News Today App



Related News