ગત વર્ષે કડવા ઘૂંટ પીધા બાદ શ્રમિકો સતર્ક, દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું વતન તરફ પ્રયાણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 12:39:11
  • Views : 230
  • Modified Date : 2021-04-08 12:39:11

    દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ગંભીર કહેર વરસાવી રહી છે. કોરોના મહામારીના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત વર્ષે ઊભી થઈ હતી, તેવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનનો ભય પ્રવાસી મજૂરોને સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક પ્રદેશમાં કોરોનાની ગાઈડલાઈનને વધુ કડક બનાવાઈ રહી છે. જેથી લોકડાઉનના ડરથી મજૂરોએ ફરીથી પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધુ છે. દિલ્હી, મુંબઈ, પુણે સહિત અન્ય પ્રદેશોમાંથી લોકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.

    સમગ્ર દેશ ફરી એકવાર કોરોના વાયરસના એ જ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે, જેનો ગત વર્ષે સમગ્ર જનતાએ સામનો કર્યો હતો. એક બાજુ મોટાભાગના દેશવાસીઓ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવી રહ્યા છે. તો બીજી બાજુ વાયુવેગે કોરોના સંક્રમિતોના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યારે દેશમાં ચાલી રહેલી વાયરસની બીજી લહેર બાળકો માટે પણ ખતરનાક સાબિત થઈ રહી છે. તેવામાં શહેરની અંદર ફરીથી કેસો પર કાબૂ મેળવવા માટે નાઈટ કર્ફ્યુ અથવા આંશિક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે.

    આ કપરા કાળમાં તંત્રના કડકાઈ ભર્યા વલણથી લોકોમાં લોકડાઉનનો ભય ફરી પ્રસરી જવા પામ્યો છે. ગત વર્ષે મજૂરોને પગપાળા પોતાના વતન તરફ જવું પડ્યું હતું. રોજગારી છૂટી જતા તેમના પાસે એક ટંકનું ખાવાના પણ રૂપિયા નહોતા. આ તમામ પરિસ્થિતિના પગલે સાવચેતી દાખવીને મુંબઈ, દિલ્હી, પુણે સહિતના અન્ય વિસ્તારોમાંથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન અથવા ખાનગી બસો થકી પોતાને ગામ પરત ફરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News