રાધાનેસડા સોલર પાર્કમાં થયેલ ચોરીના બનાવ અનુંસંધાને માવસરી પોલીસે ચોરીનો મુદામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 11:12:32
  • Views : 1331
  • Modified Date : 2021-07-24 11:12:32

     બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ  દ્વારા જીલ્લામાં મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા અને ધંધો રોજગાર સાથે સંકળાયેલ કંપનીઓ તથા વેપારીઓને પડતી મુશકેલીઓના ત્વરીત નિવારણ કરવા આપેલ સુચના તથા અને મદદનીશ પોલીસ અધિક્ષક  પૂજા યાદવ થરાદ તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સજે.બી.ચૌધરી  ના માર્ગદર્શન હેઠળ ગઇ કાલે પોલિસને મળેલ રજુઆત અનુસંધાને માવસરી પોલસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાધાનેસડા સોલર પાર્કમાં ચોરીનો બનાવો બનેલ જે અનુસંધાને માવસરી પોલીસ સ્ટાફની સ્પેશિયલ ટીમ બનાવી  ચોરીનો ગુનો ડીટેક્ટ કરવા માટે ખાનગી બાતમીદારો તથા ઇન્ટેલીજન્ટ મીડીયાના મદદથી સતત વોચ તપાસમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. ને મળેલ બાતમી અધારે ચોરીમાં ગયેલ મુદામાલ સોલર પ્લેટો,બેટરીઓ,કેબલ વાયર વિગેરે ચીજ વસ્તુઓ સાથે પાંચ ચોર ઇશમોની ટુકડીને તથા ચોરીમાં વપરાયેલ વાહન સાથે કી.રૂ.,૫૭,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી ઇશમો વિરુધ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

      આરોપીઓઃ-()વિજયસિંહ ઉર્ફે રણજીતસિંહ / સુર્યપાલસિંહ જાતે.રાજાવત ..૨૩ ધંધો.મજરુી હાલ રહે.ગામ.બી બ્લોક મજુર કોલોની રાધાનેસડા તા.વાવ મુળ રહે.ગોસાઇ પુર્વા પો.સ્ટે.ગયલોન બ્લોક.મહેથા જી.કાનપુર રાજ્ય.ઉત્તરપ્રદેશ

                        ()પ્રકાશભાઇ વિહાભાઇ જાતે.સોલંકી(.જા.) ..૨૫ ધંધો.ખેતી રહે.ગામ.કુડાળીયા તા.વાવ જી.બનાસકાંઠા

                       ()અમરતગીરી હરજીગીરી જાતે.ગૌસ્વામી ..૨૮ ધંધો.ખેતી રહે.ગામ.કુડાળીયા તા.વાવ જી.બનાસકાંઠા    

                    ()ભરતભાઇ જીવાભાઇ જાતે.સોલંકી(વજીર) ..૨૪ ધંધો.ખેતી રહે.ગામ.કુડાળીયા તા.વાવ જી.બનાસકાંઠા

                      ()ભરતભાઇ ચમનાભાઇ જાતે.વાલડીયા(.જા.) ..૨૨ ધંધો.ખેતી રહે.ગામ.મીઠાવીચારણ

 

      કામગીરીમાં માવસરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એન.કે.પટેલ તથા હે.કો. જોગાભાઇ રૂપશીભાઇ તથા પો.કો.જશવંતસિંહ દુદાજી તથા પો.કો. રમેશભાઇ પરખાજી તથા પો.કો. રતનશીભાઇ દલરામભાઇ તથા પો.કો. વિહાભાઇ મલાભાઇ તથા પો.કો. દીલપભાઇ શીવાભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ તથા પો.પગી મહેશભાઇ રધુરામભાઇ તથા પો.પગી જવાનજી કાળુજી તથા પો.પગી વિષ્ણુભાઇ ભલાભાઇ  વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

Download Our B K News Today App



Related News