અમીરગઢના જંગલમાંથી 2 માનવ કંકાલ મળી આવ્યા : હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-16 12:01:29
  • Views : 356
  • Modified Date : 2021-05-16 12:04:32

    ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાં થી યુવક-યુવતી નો માનવ કંકાલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માનવ કંકાલ ને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- અમીરગઢના સોનવાડી જગલમાંથી માનવ કંકાલ મળી આવ્યું...

 

- 15 દિવસ અગાઉ 2 યુવક યુવતી ગામમાંથી ગાયબ થાય હતા...

 

- માનવ કંકાલને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી...

 

- અમીરગઢના જગલમાંથી માનવ કંકાલ મળી આવ્યું...

 

    એક તરફ કોરોનાવાયરસ ની મહામારીએ બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોના જીવ લીધા છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં હત્યા આત્મહત્યા જેવા બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે કોરોનાવાયરસ ની મહામારી પહેલા બનાસકાંઠા જિલ્લામાં અનેક અત્યારે આત્મહત્યાના બનાવો સામે આવ્યા હતા પરંતુ જે બાદ કોરોનાવાયરસ ની મહામારી શરૂ થતાની સાથે આવી ઘટનામાં ઘટાડો થયો હતો પરંતુ આજે અમીરગઢ ના સોનવાડી પાસેના જંગલમાં થી આજે બપોરના સમયે એક યુવક અને યુવતી નો માનવ કંકાલ મળી આવ્યો હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા તાત્કાલિક જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

 

- 15 દિવસ અગાઉ 2 યુવક યુવતી ગામમાંથી ગાયબ થાય હતા...

 

     અમીરગઢ પોલીસની પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા જે અંગે ની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી. બાબતે પોલીસ ને શંકા જતા ગુમ થયેલા યુવક યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલ પર્સ અને કપડા સહિત ની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક યુવતી હોવાનું જણાયુ હતું.

 

- માનવ કંકાલને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી...

 

     અમીરગઢ પોલીસે બંને યુવક-યુવતીના માનવ કંકાલ ને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તાર હોવાથી અહીં  જંગલી પ્રાણીઓ જરક, દીપડો અને રીંછ જેવા પ્રાણીઓ બંનેના મૃતદેહને ફાડી ખાધો હોવાનું પોલીસનો પ્રાથમિક અનુમાન છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News