ડીસામાં ભારે વરસાદ ની આગાહી ને પગલે કલેકટર કચેરી ખાતે અધિકારીઓની ખાસ બેઠક યોજાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 11:23:14
  • Views : 341
  • Modified Date : 2022-07-27 11:23:14

 


જેમાં નાયક કલેક્ટરે તમામ અધિકારીઓને પોતાનું હેડકટર છોડવા માટે તેમજ ભારે વરસાદની સ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહેવા સૂચના આપી હતી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા ને મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી ઘમરોળી રહ્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે આજે ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે તમામ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નાયબ કલેકટરે ડીસા નગરપાલિકા ના ચોફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તમામ અધિકારીઓને કોઈપણ સ્થિતિમાં હેડ ક્વાર્ટર છોડવા માટે તેમજ ભારે વરસાદ ને પગલે લઈ કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે 24 કલાક એલર્ટ રહેવા માટેની સૂચના આપી હતી. અગાઉ 2015 અને 17 માં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નુકસાન સર્જાયું હતું તેવી પરિસ્થિતિ ફરી નિર્માણ પામે અને કોઈપણ જગ્યાએ પાણી ભરાવાના કારણે નુકસાનની ના સમાચાર મળે તો તાત્કાલિક તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી હતી . . . . .

Download Our B K News Today App



Related News