ગુજરાતમાં તબિબોની હડતાળ ના પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા ડીસા સિવિલ હોસ્પિટલમાં તબિબો હડતાલમાં જોડાતા દર્દીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 10:14:33
  • Views : 207
  • Modified Date : 2022-04-05 10:14:33

સમગ્ર ગુજરાતમાં આજે સરકારી તબિબો પર પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળનું હથિયાર ઉગમયુ છે ત્યારે સરકારી પ્રાથમિક આરોગ્ય સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આને સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જવા પામી છે સરકારી તબિબો દ્વારા પોતાની માંગણીઓ ને લઈને અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જવાબ ન મલતા આજે ગુજરાતમાં 10.000 જેટલા તબિબો હડતાલમાં જોડાયા છે ત્યારે તબિબોની હડતાળ ના પગલે દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં  સેકરા ગામની એક દિકરી ધોરણ 10 ની પરીક્ષા આપી પાલનપુર થી પરત આવતાં ડીસા બસ સ્ટેન્ડમાં ચક્કર આવતાં  એક સેવાભાવી નાગરીક દ્વારા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તબિબો હડતાલ પર હોઈ હોસ્પિટલ સ્ટાફ દ્વારા અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું જણાવતા સેવાભાવી નાગરીક દ્વારા મિડયાનો કોન્ટ્રાક કરતાં સિવિલ હોસ્પિટલના નસિગ સ્ટાફ દ્વારા દિકરીને સારવાર બાટલા ચડાવી જરૂરી સારવાર આપવામાં આવી હતી બાદમાં દિકરીની તબિયતમાં સુધારો આવ્યો હતો જ્યારે પ્રાથમિક અને સામુહિક તબિબો હડતાલમાં જોડાતા ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા પણ તબિબોની માંગને સરકાર દ્વારા સ્વિકારીને‌ દર્દીઓને આરોગ્ય સેવાઓ તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવવામાં તેવી સરકારને વિનંતી કરવામાં આવી હતી જોકે આજે સમગ્ર ગુજરાતમાં સરકારી તબીબો હડતાળમાં જોડાતાં સારવાર અર્થે આવતાં દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સરકાર દ્વારા પણ તબિબો હડતાલમાં જોડાતા દર્દીઓ માટે  યોગ્ય આરોગ્ય સેવાઓ મલી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી રહી છે

Download Our B K News Today App



Related News