કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ફ્‌લેગમાર્ચ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:54:24
  • Views : 500
  • Modified Date : 2019-04-21 05:54:24

લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવે છે. ફ્‌લેગમાર્ચ અને ખૂબ જરૂરી રીતે ફ્‌લેગમાર્ચ નું આયોજન કર્યું હતું. શિહોરી બસ સ્ટેન્ડ થઈ શિહોરી પાટણ નાળા સુધી ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું. અતિસંવેદનશીલ ગામડાં ખીમાણા, ઉંબરી, કંબોઈ,  નગોટ,  અમરનેસડા, અરણીવાડા, આકોલી, શિરવાડા, વડા સહિત બીજા અન્ય ગામોમાં પણ મતદાન મથક ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મતદારોને પોતાના મતનો જાતે જ ઉપયોગ કરી શકે અને શાન્તિ જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. જો કે લોકસભાની ચૂંટણી ને લઈ પોલીસ સતર્ક બની પોતાની કામગીરી કરી રહી છે ત્યારે ચૂંટણી ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ને પણ ચૂંટણી પંચે ચુસ્ત પણે નિયમોનું પાલન કરવાનું જણાવેલ હોવાથી કોઈ ગુલ્લી મારી શકે નહીં અને જો નિયમોનું ઉલ્લધન કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News