ડીસાના જોખમનગર માં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:21:59
  • Views : 279
  • Modified Date : 2022-07-09 12:21:59

 

- ડીસા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસા-પાલનપુર હાઇવે પરના જોખમ નગરમાં વિજ થાભલા નીચે અજવાળામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી ચારેય શખ્સો સામે જુગાર ધારા કલમ મુજબ ફરીયાદ નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીસા પાલનપુર હાઇવે પરના જોખમ નગરમાં વીજળીના થાંભલા નીચે કેટલા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી ડીસા શહેર દક્ષિણ પોલીસને મળી હતી. આથી હેડ કોન્સ્ટેબલ કેવલભાઈ છત્રાલિયા સહિતના સ્ટાફે રેડ કરી જાહેરમાં જુગાર રમતા મુકેશકુમાર લાલાભાઇ ઓડ (રહે, જોખમ નગર, ડીસા), મેઘાભાઈ ઇશ્વરભાઇ ઓડ (રહે, ત્રણ હનુમાન મંદિર રોડ, ધૂળીયા કોટ, ડીસા), ભરતકુમાર ગણેશભાઈ ઓડ (રહે, ડુચકવાડા, તા. દિયોદર) અને અરવિંદભાઈ નાથાભાઈ ઓડ (રહે, ત્રણ હનુમાન મંદિર રોડ, ધૂળીયા કોટ, ડીસા) ને મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 4070 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી તમામ સામે જુગાર ધારા ની કલમ 112 મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કેવળભાઈ છત્રાલીયા ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News