ડીસાના ભોપાનગર વિસ્તારમાં થી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:34:58
  • Views : 238
  • Modified Date : 2022-03-30 11:34:58

ડીસાના ભોપાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા તીન પતિનો હાર જીત નો જુગાર રમી રમાડી રહયા હોવાની બાતમી મળતા પોલીસે બાતમીના આધારે ભોપાનગર વિસ્તારમાં માંથી જુગાર રમતા પાંચ શખ્સો ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી...

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા  જુગાર ધારા નાબૂત કરવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ડીસા પાટણ હાઇવે પર આવેલ  ભોપાનગર વિસ્તારમાં ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન ડીસા દક્ષિણ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી કે ભોપાનગર ચોકી પાસે દિનેશજી બાબુજી ઠાકોર ના ઘર આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો તીન પતિનો હાર જીત નો જુગાર રમાડી રમી રહ્યા છે.ત્યારે ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ બાતમી વાળી જગ્યા એ જઈ તપાસ કરતા પાંચ શખ્સો ગોળ કુંડાળું કરી તીન પતિનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા.જે બાદ પીલિસે કોર્ડન કરી તમામ પાંચ શખ્સો ને કુલ રૂ.6580 ના મુદામાલ સાથે તમામ ને ઝડપી પાડી જુગાર ધારા એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...જેમાં પોલીસે બાતમીના આધારે જુગાર રમતા

(૧)દિનેશજી બાબુજી ઠાકોર રહે.ભોપાનગર ઠાકોરવાસ ભોપાનગર ચોકી ની બાજુમાં.ડીસા.

 

(૨)વિનોદભાઈ પ્રહલાદભાઈ શ્રીમાળી રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં.ડિસા

 

(૩)ભરતજી ભીખાજી ઠાકોર.રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં.ડિસા

 

(૪)પ્રવીણભાઈ માયારામ ઠાકોર રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં.ડિસા

 

(૫)કાનજીભાઈ દશરથજી ઠાકોર.રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં.ડિસા વાળાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News