રાત્રે જમીને સૂતા અને સવાર પડતા જ એક જ પરિવારના 4 બાળકો સહિત 5 લોકો જીવતા સળગ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 14:22:32
  • Views : 377
  • Modified Date : 2021-03-15 14:22:32

    આગની જ્વાળાઓએ એક જ પરિવારના 4 બાળકો અને ઘર માલિક સહિત 5 લોકો ખરાબ રીતે સળગી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યાં સુધી પરિવારના સભ્યો રસોઈ ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ ખુદને સંભાળતા, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તમામને પોતાની ઝપેડમાં લઇ લીધા. આગ લાગવા દરમિયાન દુર્ઘટનામાં ઘરના માલિકની પત્ની ગંભીર રીતે દાઝી ગઇ, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની હાલત નાજુક જણાઇ રહી છે. ઘટનાની સૂચના મળતા જ રાહત-બચાવ કાર્ય માટે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું. સાથે જ પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે પર પહોંચી પરિસ્થિતિને કાબૂ કરવાના પ્રયત્નો કર્યા.

    મૃતકોની ઓળખ નૂર આલમ, તેમની 10 વર્ષની દીકરી તોહફા પ્રવીણ, આઠ વર્ષની શબનમ પ્રવીણ, છ વર્ષનો દીકરો રહમત રજા અને ત્રણ વર્ષનો દીકરો મો. શાહિદના રૂપમાં થઇ છે. પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપ્યા હતા.

    નૂર આલમ ઇલેક્ટ્રિશ્યન હતા. તેના ભાઈ દિલાવરે જણાવ્યું કે, તેમની ત્રણ લગ્ન થયા હતા. શહજાદી બાનો બીજી પત્ની છે. ત્રણે પત્નીએ અલગ અલગ રહે છે. રવિવાર સાંજે જ તેઓ બીજી પત્નીના ઘરે આવ્યા હતા અને રાત્રે પત્ની અને બાળકો સાથે જમીને સૂઇ ગયા. સવારે જ્યારે સિલિન્ડર ફાટવાનો અવાજ થયો તો આસપાસના લોકો એકઠા થયા. આગની જ્વાળા જોઇને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને લોકોએ માહિતી આપી દીધી. તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધી બાળકોની સાથે નૂર આલમે દાઝી જતા દમ તોડ્યો હતો.

 

 

Download Our B K News Today App



Related News