ગુજરાતના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 15:44:40
  • Views : 88
  • Modified Date : 2023-06-29 15:44:40

ગુજરાતના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન મળવા જઇ રહી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.નવી પાંચ મ્યુનિસિપલ ર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે. છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી. હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે.બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં ગુજરાતમાં અન્ય મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આપવાને ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.કેબિનેટની બેઠકમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકાને અપગ્રેડ કરીને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાંચ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન મળતા અનેક ફાયદા મળી શકે છે.ગુજરાતમાં હાલ ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર,વડોદરા, સુરત, રાજકોટ અને જૂનાગઢ એમ કુલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે હવે નવી પાંચ નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા ઉમેરાશે. એટલે ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે.બીજી તરફ વિરાટનગરમાં મંગળ પાંડે હોલ સામે સ્વીમી વિવેકાનંદ નગર આવાસ યોજના આવાસ મકાનોની જર્જરિત હાલત હોવાના આક્ષેપ ઊઠ્યા છે. 25 વર્ષમાં જ મકાન જર્જરિત બન્યાના સ્થાનિક આગેવાનના આક્ષેપ છે. 25 વર્ષમાં હજુ મકાનના હપ્તા ચાલુ અને મકાન જર્જરિત બન્યાના આક્ષેપ ઉઠ્યા છે. તો ત્યાં પણ તંત્ર નોટિસ મારી સાંત્વના મેળવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો. કેમ કે જર્જરિત મકાન પર નોટિસ મારી દેવાઈ પણ શું કાર્યવાહી કરાશે તે પ્રશ્ન છે. તેમજ 25 વર્ષમાં મકાનની હાલત જર્જરીત બનતા તંત્રની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ છે.

Download Our B K News Today App



Related News