ચોરી અને લૂંટફાટ કરતી ડફેર ગેંગના પાંચ માણસો ઝડપાયા : થરાદ પોલીસે પ્રાણઘાતક હથિયારો અને ટ્રક સહિત કુલ 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 11:33:59
  • Views : 294
  • Modified Date : 2021-11-24 11:33:59

 

થરાદ પોલીસ સ્ટાફ રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે . જેથી પોલીસે થરાદ - ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો , હથિયારો સહિત રૂ .8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા .. થરાદ પોલીસ સ્ટાફને મીઠા બાજુથી થરાદ તરફ આવી રહેલ ટ્રક નંબર જીજે 05 એટી -2513 માં ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ બાજુ હાઇવે પર એકાંત જગ્યાએ એકલ દોકલ માણસને કે ગાડીને આંતરી લૂંટ કરવા માટે આવી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી . જેના આધારે પોલીસ સ્ટાફ સહિત પીએસઆઇ કે.એચ.સોલંકીએ થરાદ ડીસા ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન ટ્રક આવતાં તેમાં ડ્રાઇવર સહિત પાંચ શખસો બેઠેલ હોવાથી તેમને નીચે ઉતારી ટ્રકમાં ચેક કરતાં તેમની પાસેથી સુકા મરચાંની ભુકી ઉપરાંત અલગ - અલગ સાધનો , હથિયારો , ચીજવસ્તુઓ મળી આવી હતી , જે તમામ સાધનનો ઉપયોગ લૂંટ , ધાડ , ચોરીને અંજામ આપવા તેમજ સુકા મરચાંની ભૂકીનો કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેની આંખોમાં નાખવા માટે કરતાં હતા. પોલીસે તમામ સાધનો , હથિયારો , ચીજવસ્તુઓ સાથે પાંચેય પાસેથી ટ્રક સહિત કુલ રૂા .8,05,400 નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ આ શખ્સો પર અગાઉ પણ 4 ચોરી અને લૂંટના ગુનાઓ કર્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવતા તેમની વધુ પૂછપરછ હાથ ધરી હતી. 

Download Our B K News Today App



Related News