અમદાવાદના અખબારનગર અન્ડર બ્રિજમાં BRTS બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા, ડ્રાઈવર સહિત પાંચને ઈજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 15:00:56
  • Views : 456
  • Modified Date : 2020-12-09 15:00:56

    શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. આજે શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને પગલે પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ પાંચ ઈજાગ્રસ્તોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને પગલે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.


Download Our B K News Today App



Related News