કાંકરેજના રાનેર બનાસ નદીના બિન અધિકૃત ખોદકામ કરતાં પાંચ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:37:18
  • Views : 218
  • Modified Date : 2022-03-11 12:37:18

કાંકરેજના રાનેર બનાસ નદીના બિન અધિકૃત ખોદકામ કરતાં પાંચ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે

 

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગનું સૌથી મોટું ખનિજ ચોરીનું ઓપરેશન પાર પડ્યું છે..કાંકરેજના રાનેર બનાસ નદીના બિન અધિકૃત ખોદકામ કરતાં પાંચ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે

3.60 કરોડ નો.મુદ્દામાલ કબ્જે લઈ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આગળની તપાસ હાથ ધરી છે

 

બીનઅધિકૃત નદીની રેતીનું ખોદકામ કરતા 5 Excavator મશીન જેમાં 3 હ્યુન્ડાઈ કંપની 1 સની કંપની તેમજ 1 કોમાંત્સુ કંપનીના મશીન ઝડપ્યા

 

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરો ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સપાટો બોલાવવામાં આવે છે ખાનગી રાહે આકસ્મિક તપાસ કરી વિવિધ માધ્યમોથી ખનીજચોરી કરતા તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા, બુકોલી, અરણીવાડા ગામની હદમાં પસાર થતી બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત ખોદકામ કરતાં પાંચ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે સ્થળ ઉપરથી ખનીજ ચોરીમાં સંડોવાયેલા સાદી રેતી ભરેલા બે ડમ્પર અને બિનઅધિકૃત રીતે રોયલ્ટી વગર રહેતી ભરવામાં આવેલા ચાર ખાલી ડમ્પર જપ્ત કરી તમામ ને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સિજ કરી મુકવામાં આવેલ છે હાલ તો ઉપરથી વાહનો સહિત અંદાજે 3.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને પ્રત્યેક વાહન માલિકને વસુલાત માટે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે

 

 બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર, બુકોલી અરણીવાડા ગામે ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા ટીમ ત્રાટકી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર સહિત પાંચ હિટાચી મશીન જપ્ત કરતાં ખનીજચોરો ફફડાટ ફેલાઈ ગયો હતો મોટી સંખ્યામાં વાહનો પકડવાના કારણે સ્થળ ઉપર મોટી ભીડ ભેગી થઈ હતી અને કેટલાક વાહન માલિકો દ્વારા ખાન અને ખનીજ ની ટીમો સાથે રકઝક કરતા તેમની જપી કરેલ હોય પરંતુ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની આટલી મોટી સંખ્યામાં વાહનો પકડવાની કાર્યવાહીના કારણે મામલો થામેં પડ્યો હતો ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી કાંકરેજ અને ડીસા સહિત વિસ્તારોમાં અનેકવાર છાપા મારી ને મોટી ખનીજ ચોરી પકડી પાડવા સફળતા પ્રાપ્ત કરેલ છે અને સરકારની રોયલ્ટી અને દંડની આવકમાં વિક્રમજનક વધારો થયેલ છે ખનીજ ચોરી ના મેગા ઓપરેશન પાર પાડવામાં બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી શુભા જોશી ની ટીમ દ્વારા વહેલી સવારે મોડી સાંજ સુધી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ છે આગામી સમયમાં પણ જિલ્લાના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી ખનીજ ચોરોને કાયદા નો પાઠ ભણાવવામાં આવશે જેવું ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News