જામનગરમાં માછીમારો અને દરિયાઇ પટ્ટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-08 15:12:53
  • Views : 106
  • Modified Date : 2023-06-08 15:12:53

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોયવાવાઝોડાને કારણે ગુજરાતનાદરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી 1 હજાર 50 કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.જો કે તેમ છતાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તેમજ તમામ તમામ માછીમારો અને દરિયાઈ પટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે . આ ઉપરાંત ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

Download Our B K News Today App



Related News