પાટણ રેલવે સ્ટેશન પર સૌપ્રથમવાર પેસેન્જર ટ્રેનનું આગમન થતા નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 12:06:12
  • Views : 629
  • Modified Date : 2019-06-04 12:06:12

પાટણના નગરજનોનું વર્ષોનું સપનું રવિવારના રોજ સાકાર થવા પામ્યું હતું. રવિવારના રોજ પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠીથી બાન્દ્રા ટ્રેન રાત્રે ૧૦ ઃ૦૯ કલાકે  આવી પહોંચતા પાટણના નવનિયુક્ત સાંસદ ભરતસિંહ ડાભી સહિત રાજકીય આગેવાનો અને પાટણ વિકાસ મંડળના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું .પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિતના રાજકીય આગેવાનો એ લીલી ઝંડી આપીને ભગત કી કોઠી બાંદ્રા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. પાટણથી મુંબઇ જઇ રહેલ ૩૦ જેટલા પેસેન્જરોમાં પણ ટ્રેનને લઇ ખુશી જોવા મળી હતી. પાટણ-કાંસા-ભીલડી રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત આવેલી પેસેન્જર ટ્રેનનું આગમન થતા પાટણના શહેરીજનોનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થયું હતુ.  પાટણ-કાંસા-ભીલડી રેલવે પ્રોજેક્ટને લઈને અથાગ પ્રયત્ન કરનારા પાટણના પૂર્વ સાંસદ મહેશભાઈ કનોડીયાએ પણ પોતાની તેમજ પાટણના નગરજનોની વર્ષો જૂની માંગ સંતોષાય હોવાનો આનંદ વ્યક્ત કરતો પત્ર લખી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તો સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, દિલીપ પંડ્‌યા સહિત નામી અનામી રાજકિય આગેવાનોને પણ ઉપસ્થિત સૌએ યાદ કરી પાટણનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. 


Download Our B K News Today App



Related News