પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-17 17:42:06
  • Views : 62
  • Modified Date : 2024-06-17 17:42:06

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી.હિરણ, કપિલા અને સરસ્વતિ ત્રણેય નદીઓના સંગમ તટે ગંગા દશેરાએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતનાના હસ્તે મહાપૂજા અને આરતી કરવામાં આવ્યા.જિલ્લા કલેક્ટર ડી. ડી. જાડેજા અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા અહીં મહાપૂજા અને આરતી કરવામાં આવી.ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો.સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે ગંગા અવતરણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 

Download Our B K News Today App



Related News