કલોલમાં નજીવી બાબતે એકસ આર્મીમેનનું ફાયરીંગ:એક સગીરનું મોત, ચાર લોકો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-09 18:52:15
  • Views : 208
  • Modified Date : 2024-11-09 18:52:15

કલોલ પાસેના દંતાલી ગામે રસ્તા બાબતે તકરાર થતા એક્સ આર્મીબેન દ્વારા તેના હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં ચાર લોકોને ગોળીઓ વાગી હતી આ ફાયરિંગમાં 15 વર્ષીય કિશોરને ગોળી વાગતા તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકોને ગોળીઓ વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.કલોલ તાલુકાના દંતાલી ગામે રસ્તા બાબતે થયેલી તકરારમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું એક્સ આર્મી મેન રમેશભાઈ રામસિંગ ભરવાડ દ્વારા રસ્તા બાબતે થયેલી તકરારમાં તેણે પોતાની પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં ચાર લોકોને ગોળીઓ વાગી હતી ગોપાલભાઈ ભરવાડ તથા તેમના દીકરા વિજય ભરવાડ અને વિપુલ ભરવાડ તથા 15 વર્ષીય રીન્કુ ભરવાડને ગોળીઓ વાગી હતી જેથી તેઓને તુરંત સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રીન્કુ ભરવાડનું મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે એ બનાવને  પગલે જિલ્લા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News