શામળાજી નજીક નેશનલ હાઈવે પર ફાયરિંગની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:48:10
  • Views : 100
  • Modified Date : 2023-07-11 15:48:10

અરવલ્લી જિલ્લામાં નેશનલ હાઈવે પર શામળાજીના અણસોલ નજીક આવેલી હોટલ પાસે ફાયરિંગની ઘટના બની છે. કાર લઈને રાત્રી દરમિયાન આવેલા શખ્શોએ પાર્કિંગમાં પડેલી કારના કાચ ફોડીને આગચંપી કરી હતી. આ ઉપરાંત ફાયરીંગ પણ એક બુકાનીધારી શખ્શે કર્યુ હતુ. સમગ્ર ઘટના ક્રમ હોટલના CCTV માં કેદ થયો છે. ઘટનાને પગલે શામળાજી પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.રાત્ર દરમિયાન અજાણ્યા શખ્શો કારમાં સવાર થઈને આવ્યા હતા. આ દરમિયાન કારને હાઈવેના કિનારા પર ઉભી રાખીને કારમાંથી બે શખ્શોએ ઉતર્યા હતા. જેમાંના એકના ચહેરા પર બુકાની બાંધેલ હતા  અને તેના હાથમાં રિવોલ્વર જેવા હથિયાર હતુ. જેણે ફાયરિંગ કર્યુ હતુ. લગભગ બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે બીજા શખ્શે હાથમાં બોથડ પદાર્થ લઈને હોટલ આગળ પાર્ક કરેલ કારના કાચ ફોડ્યા હતા. બાદમાં વાહનમાં આગચંપી કરી હતી.

Download Our B K News Today App



Related News