ઇમરજન્સી આવે તો ત્વરિત દોડી જવાય તે માટે ફાયરકર્મી લગ્ન પ્રસંગમાં ફાયર ટેન્ડર લઈ જમવા ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 15:27:18
  • Views : 74
  • Modified Date : 2023-12-10 15:27:18

નગર પાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના ફાયર ટેન્ડરના દુરુપયોગના વિવાદ મામલે એક તરફ ભરૂચ નગરપાલિકાએ તપાસના આદેશ કર્યા છે તો બીજી તરફ ચીફ ફાયર ઓફિસરે અગમચેતી અને સુરક્ષા માટે તકેદારી રાખવા ફાયર ટેન્ડર લઈ જમણવારમાં ફાયરકર્મી ગયા હોવાનું નિવેદન આપ્યું છે.ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટાફ ઓછો હતો અને ફાયર કોલ આવે તો તરત સ્થળ ઉપર પહોંચી શકાય તે માટે લગ્ન પ્રસંગમાં ફાયરકર્મીઓ ફાયર ટેન્ડર લઈ લગ્ન પ્રસંગમાં જમવા ગયા હતા. આ બાબતની કોઈ એન્ટ્રી ફાયર બ્રિગેડના રજીસ્ટરમાં કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.મામલે તપાસ ચાલી રહી છે ત્યારે તપાસ અધિકારી ફાયર ઓફિસરની દલીલ કેટલી સ્વીકારે છે તે જોવું રહ્યું !

Download Our B K News Today App



Related News