વલસાડ ઉમરગામ GIDCમાં આગ લાગવાની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-19 17:22:12
  • Views : 90
  • Modified Date : 2023-11-19 17:22:12

વલસાડના ઉમરગામ તાલુકાની GIDCમાં ભારત રેસીન્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુની બે કંપની પણ આગની ચપેટમાં આવી હતી. કંપનીમાં રાખેલ કેમિકલ બળી ગયું હતું. આ કેમિકલ ગટર મારફતે બહાર આવતા અન્ય ફેક્ટરી પણ આગની ચપેટમાં આવી હતી.કંપનીઓમાંથી કેમિકલ રસ્તા પર આવી જતા ફાયર વિભાગના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા જિલ્લામાંથી તેમજ દમણ અને સેલવાસ સહિતથી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આ આગની ઘટનામાં 3 કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News