વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ, આગ બુઝાવવા પ્રયાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 17:44:55
  • Views : 249
  • Modified Date : 2021-03-27 17:44:55

    અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ વાતની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ બનાવના સ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર વટવા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

    આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ થઈ હતી. તેથી ફાયરબ્રિગેડની 7 ગાડીઓ તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી. જ્યાં હાલ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. બીજી તરફ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.વટવા જીઆઈડીસીમાં ફેઝ-4ની પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 19 માર્ચે મોડી સાંજે કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ ન હતી. બીજી તરફ આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા.20 માર્ચે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.



Download Our B K News Today App



Related News