ડાકોરના કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ : જાનહાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:30:43
  • Views : 63
  • Modified Date : 2025-06-01 10:30:43

- ડાકોર પોલીસ સ્ટેશન પાસે આવેલા

- પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો રમકડાનો સરસામાન બળીને ખાક થઇ ગયો 

ડાકોર : ડાકોર પોલીસ સ્ટેશનની બાજુના કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી પરંતુ, ગોડાઉનમાં રમકડાંનો સામાન બળીને ખાક થયો હતો.

ડાકોર બસ સ્ટેન્ડે જાવાના મુખ્ય માર્ગ પર યમુનેશ્વર મહાદેવ સામે આવેલા કોમ્પ્લેક્સમાં બપોરના બે વાગ્યાના અરસામાં પૂજા ટોઇઝની દુકાનની પાછળ આવેલા તેના ગોડાઉનમાં ઉપરના માળે અચાનક ધુમાડાના ગોટા બારી બહારથી દેખવવા લાગ્યા હતા. થોડીજ વારમાં આગની જવાળોઓ દેખાતા ટોળા ઉમટયા હતા. બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પણ આગની જ્વાળાઓ અને ધુમાડાની ગરમી લાગવા લાગી હતી. જાણ થતા પાલિકાના સેનેટરી વિભાગે વૉટર બ્રાઉઝર ત્વરિત સ્થળ પર મોકલ્યું હતું. 

Download Our B K News Today App



Related News