વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-30 17:19:22
  • Views : 48
  • Modified Date : 2025-03-30 17:19:22

વડોદરાના સાવલી ખાતે આવેલ જીઆઇડીસીની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં વહેલી ચાર ફાયર સ્ટેશનની ટીમોએ અંદાજે 25 ટેન્કર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કંપનીમાં આગના કારણે લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન છે.

શું હતી ઘટના? 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલીન્દ્રા ખાતે આવેલી જીઆઇડીસી પ્લોટ નંબર 29, 30, 31માં આવેલી ટોરસીડ ઇન્ડિયા પ્રા.લિ. કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ સંદેશો મળતા નંદેશરી, મંજુસર જીઆઇડીસી તેમજ વડોદરાથી ઇઆરસી અને ટીપી 13 ના ફાયર સ્ટેશનોની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર લાશ્કરોએ સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો

Download Our B K News Today App



Related News