ડીસાના નેમિનાથ સોસાયટીમાં આવેલ પર્વ ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની ઘટના સામે આવી : ફ્લેટ માલિકને લાખ્ખો રૂપિયાનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-20 12:58:12
  • Views : 696
  • Modified Date : 2021-09-20 12:58:12

     ડીસાના નેમિનાથ સોસાયટીમાં આવેલ પર્વ ફ્લેટમાં શોર્ટ સર્કિટ થી આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ડીસાની નેમિનાથ સોસાયટી માં આવેલ પર્વ ફ્લેટમાં રહેતા રાજુભાઈ જયંતીભાઈ ઠક્કર આજે સામાજિક કામ અર્થે પાટણ રહ્યા હતા. તે સમયે ફ્લેટમાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે આખા ફ્લેટને લપેટામાં લઈ લીધો હતો. આગ લાગતાં જ આજુબાજુના લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા, અને જાણ કરતા ડીસા નગરપાલિકા ની ફાયર ફાઈટર ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ફાઇટર ની ટીમે સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, બ્લેક માં આવેલા સજના લોકોમાં પણ દહેશતનો માહોલ લાયો હતો જ્યારે ફ્લેટ માં આગ લાગતા ઘરવખરી ના સમાન ની સાથે 2 લાખ ની રોકડ પણ બળીને ખાખ થઇ જતા ફ્લેટ માલિકને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયુ હતું

આ આગની ઘટનાની જાણ થતાની સાથે જ નગરપાલિકાના પ્રમુખ સહિત આ વિસ્તારના કોર્પોરેટરો પણ પર્વ ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ભારે જહેમત બાદ નગરપાલિકાના ફાયર ફાઈટરની પાણીનો છંટકાવ કરી કાબુ મેળવવામાં આવ્યો હતો આ આગની ઘટનામાં મકાનમાલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આગની ઘટના સામે આવતાની સાથે જ આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ફ્લેટમાં આગની ઘટના બનતા અન્ય ફ્લેટમાં રહેતા લોકો પણ આગની ઘટનાને કારણે નીચે ઉતરી આવ્યા હતા આજે બનેલી ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

Download Our B K News Today App



Related News