બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં લાગી આગ : ટેન્કર સંપૂર્ણ બળીને ખાખ થતાં વેપારીને લાખોનું નુકશાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:17:49
  • Views : 262
  • Modified Date : 2021-05-31 13:17:49

    એક તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ ઘટનાઓ સામે આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે આગની ઘટના શરૂ થઈ જતી હોય છે ગત વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતા વાહનોમાં આગની અનેક ઘટનાઓ બની હતી ત્યારે હાલમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે છેલ્લા એક અઠવાડિયામાં આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

     ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે મોડી રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. ગાંધીધામ થી કેમિકલ ભરેલું એક ટેન્કર ડીસા તરફ આવી રહ્યું હતું તે સમયે ભીલડી પાસેથી પસાર થતી વખતે અચાનક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. જોકે ટેન્કર ચાલક અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે બંને ટેન્કર માંથી નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.  આગની ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ અને નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેમિકલ ભરેલું ટેન્કર બળીને ખાખ થઈ ગયો હતો. હાલના કારણે ટેન્કર માલિક લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે.

Download Our B K News Today App



Related News