ડીસાના ડોક્ટર હાઉસ પાસે 108 એમ્બ્યુલન્સમાં લાગી આગ લાગત બળીને ખાખ : સદનસીબે જાનહાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-28 12:14:07
  • Views : 289
  • Modified Date : 2022-04-28 12:14:07

ડીસાના ડોક્ટર હાઉસ પાસે 108 એમ્બ્યુલન્સમાં લાગી આગ લાગત બળીને ખાખ : સદનસીબે જાનહાનિ ટળી

 

ડીસાના ડોક્ટર હાઉસ ખાતે આવેલ આચાર્ય હોસ્પિટલ ની બાજુમાં 108 માં અચાનક આગ લાગતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 108 માં અચાનક આગ લાગતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગમાં 108 બળીને ખાખ થઈ ગઈ હતી..

 

બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં આગ લાગવાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક આગની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલી ડોક્ટર હાઉસ માં આચાર્ય હોસ્પિટલ ની બાજુમાં 108 માં શોર્ટ સર્કિટ થવાથી 108 માં આગ ભભૂકી ઉઠી હતી 108 માં આગ લાગતાં ડોક્ટર હાઉસ માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ 108 માં આગ લાગવાથી આજુબાજુ હોસ્પિટલોમાંથી લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરતાં ફાયર ફાઇટની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ 108 માં લાગેલી ભયાનક આગના કારણે 108 બળીને ખાખ થઈ ગઈ હતી

 

Download Our B K News Today App



Related News