પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-09 15:48:12
  • Views : 59
  • Modified Date : 2026-01-09 15:48:12

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવાર (પહેલી જાન્યુઆરી) વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.

 

રોંગ સાઈડમાં આવતી કાળમુખી ટ્રક

મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જ્યારે એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી. રોંગ સાઈડથી આવતી ટ્રકે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

Download Our B K News Today App



Related News